શક્તિપીઠ અંબાજી ખાતે લાખો માઈભક્તોની આસ્થાના સમા ભાદરવી પૂનમ મહામેળાનો આજથી પ્રારંભ થયો છે. કલેક્ટર મિહિર પટેલ સહિતના અધિકારીઓએ માઁ અંબાના રથનું પૂજન અર્ચન કરી, રથને ખેંચી આગામી ૭ સપ્ટેમ્બર સુધી યોજાનારા મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે જ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠી છે. આ પ્રસંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ નાગરિકોને મેળામાં પધારવા આમંત્રણ પાઠવ્યું.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બેએ કહ્યું, પોલીસ વહીવટી તંત્ર, દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
અંબાજી આવતા પદયાત્રીઓની સુવિધા માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરાયું છે. યાત્રિકોને કોઈ મુશ્કેલી જણાય તો 02749-262040, 262041, 262042 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.
સાબરકાંઠાના અમારાં પ્રતિનિધિ જણાવે છે કે, જીલ્લાના દરેક માર્ગો પર અંબાજી પદયાત્રીઓ માટે સેવાકીય સંસ્થાઓ દ્વારા રહેવા, જમવા તથા આરોગ્ય સહિતની સુવિધા કરવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 1, 2025 7:13 પી એમ(PM)
અંબાજીધામમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉમંગના મહાપર્વ ભાદરવી પૂનમના મેળાનો આજથી ભવ્ય શુભારંભ.