ફેબ્રુવારી 4, 2025 2:14 પી એમ(PM)

printer

અંદાજપત્રમાં વર્ષ 2025-26 માટે કાપડ મંત્રાલય માટે રૂ. પાંચ હજાર 272 કરોડના ખર્ચની જાહેરાત કરવામાં આવી હતી. જે 2024-25 ના બજેટ અંદાજ કરતા 19 ટકાનો વધારો છે

કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા પહેલી ફેબ્રુઆરી, 2025ના રોજ કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરવામાં આવ્યું હતું. અંદાજપત્રમાં વર્ષ 2025-26 માટે કાપડ મંત્રાલય માટે રૂ. પાંચ હજાર 272 કરોડના ખર્ચની જાહેરાત કરવામાં આવી હતી. જે 2024-25 ના બજેટ અંદાજ કરતા 19 ટકાનો વધારો છે.
સ્થિર કપાસની ઉત્પાદકતાના પડકારોને પહોંચી વળવા માટે કેન્દ્રીય બજેટ 2025-26માં કપાસની ઉત્પાદકતા વધારવા માટે ખાસ કરીને એક્સ્ટ્રા-લોંગ સ્ટેપલ જાતો, પાંચ વર્ષના કોટન મિશનની જાહેરાત કરવામાં આવી છે.
એગ્રો-ટેક્સટાઇલ્સ, મેડિકલ ટેક્સટાઇલ્સ અને જીઓ ટેક્સટાઇલ્સ જેવી ટેકનિકલ ટેક્સટાઇલ પ્રોડક્ટ્સના સ્પર્ધાત્મક ભાવે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વધુ બે પ્રકારના શટલ-લેસ લૂમ્સ સંપૂર્ણપણે છૂટ મેળવેલા ટેક્સટાઇલ મશીનરીની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે.
નવ ટેરિફ લાઇન દ્વારા આવરી લેવામાં આવેલા ગૂંથેલા કાપડ પરનો બેઝિક કસ્ટમ ડ્યૂટી દર “10 ટકા અથવા 20 ટકા”થી વધીને “20 ટકા અથવા રૂ. 115 પ્રતિ કિલો, બેમાંથી જે વધારે હોય તે” થશે, તેનાથી ભારતીય ગૂંથાયેલા કાપડ ઉત્પાદકોની સ્પર્ધાત્મકતામાં સુધારો થશે અને સસ્તી આયાત પર અંકુશ આવશે.
હસ્તકળાની નિકાસને સરળ બનાવવા માટે નિકાસ માટેનો સમયગાળો છ મહિનાથી વધારીને એક વર્ષ કરવામાં આવ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.