અંત્યોદય અને NFSA લાભાર્થીઓ આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી વંચિત ન રહે તે માટે આજથી રાજ્યભરમાં વિતરણ થશે.નવેમ્બર-2025 માસ માટે આગોતરા આયોજનનાં ભાગરૂપે 75 લાખથી વધુ કુટુંબોની 3 કરોડ 25 લાખ જેટલી જનસંખ્યાને આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવી છે.જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામુલ્યે વિતરણ તથા રાજ્ય સરકારની યોજના હેઠળ રાહત દરે વિતરણ કરવામાં આવતી આવશ્યક ચીજ વસ્તુ જેમ કે તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠાનાં ચલણ નોંધપાત્ર માત્રામાં જનરેટ થયેલ છે તથા તેના નાણાની ભરપાઈ પણ થયેલ છે. તથા બાકી રહેતા વાજબી ભાવના દુકાનદારો દ્વારા ચલણની પ્રક્રિયા પણ પ્રગતિ હેઠળ છે.
Site Admin | નવેમ્બર 1, 2025 8:25 એ એમ (AM)
અંત્યોદય અને NFSA લાભાર્થીઓ આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી વંચિત ન રહે તે માટે આજથી વિતરણ