અંડર-19 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બેંગકોકમાં પોતપોતાના સેમિફાઇનલ મુકાબલામાં સાત મહિલાઓ સહિત 10 ભારતીય મુક્કેબાજો જીત મેળવી આજે સુવર્ણચંદ્રક માટે સ્પર્ધા કરશે.મહિલા મુક્કેબાજોમાં 54 કિલોગ્રામ વજનગ્રુપમાં નિશા, 57માં મુસ્કાન, 60 માં વિની, 65 માં નિશા, 75 માં આરતી કુમારી અને 80 કિલોગ્રામથી વધુ વજનગ્રુપમાં પારચી ટોકસ ફાઇનલમાં પહોંચી ગયા છે. આ ઉપરાંત 80 કિલોગ્રામ વજનગ્રુપમાં કૃતિકાને ફાઇનલમાં સીધો પ્રવેશ મળ્યો છે.જ્યારે પુરુષોમાં 65 કિલોગ્રામ વજનગ્રુપમાં મૌસમ સુહાગ, 75 માં રાહુલ કુંડુ અને 90 કિલોગ્રામ વજનગ્રુપમાં હેમંત સાંગવાન ફાઇનલમાં પહોંચ્યા છે.
Site Admin | ઓગસ્ટ 9, 2025 8:47 એ એમ (AM)
અંડર-19 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સાત મહિલા સહિત 10 ભારતીય મુક્કેબાજ આજે ફાઇનલમાં રમશે
