નવેમ્બર 15, 2025 9:34 એ એમ (AM)

printer

અંડર-16 ક્રિકેટમાં સૌરાષ્ટ્રને 77 રને હરાવીને ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચી

અંડર-16 ક્રિકેટમાં ગુજરાતની ટીમે સૌરાષ્ટ્રને 77 રને હરાવીને મલ્ટી-ડે ટુર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. વડોદરા ખાતે રિલાયન્સ જી-1 અંડર-16 મલ્ટી-ડે ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર સામેની મેચમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યું હતું.
જેમાં ગુજરાતની ટીમ 59 ઓવર 1 બોલમાં 134 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રની ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 19.5 ઓવરમાં 53 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. ત્યાર બાદ ગુજરાતની ટીમ તેની બીજી ઇનિંગમાં 33.4 ઓવરમાં 106 રન બનાવીને ઓલઆઉટ હટાઈ ગઈ હતી.બીજી ઇનિંગમાં સૌરાષ્ટ્રની ટીમ ગુજરાતનાં 186 રનના લક્ષ્યાંકને પાર કરવા માટે મેદાને ઉતારી હતી. જોકે સૌરાષ્ટ્રની ટીમ 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.