જાન્યુઆરી 18, 2026 9:24 એ એમ (AM)

printer

અંડર-૧૯ ક્રિકેટ વિશ્વ કપના બીજા ગ્રુપ A મેચમાં ભારતે બાંગ્લાદેશને 18 રનથી હરાવ્યું

અંડર-૧૯ ક્રિકેટ વિશ્વ કપના બીજા ગ્રુપ A મેચમાં ગઇકાલે ભારતે બાંગ્લાદેશને 18 રનથી હરાવ્યું. ઝિમ્બાબ્વેના બુલાવાયોમાં રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરતા ભારત 48.4 ઓવરમાં 328 રનમાં ઓલઆઉટ થઈ ગયું. વરસાદને કારણે મેચ 49 ઓવરની કરાઇ હતી. ત્યારબાદ સુધારાયેલા લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશ 28 ઓવર અને ત્રણ બોલમાં 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત તરફથી વિહાન મનોજ મલ્હોત્રાએ ચાર વિકેટ લીધી.ભારત તરફથી અભિજ્ઞાન કુંડુએ 80 અને વૈભવ સૂર્યવંશીએ 72 બનાવ્યા. વૈભવ સૂર્યવંશીએ યુવા એક દિવસીય મેચમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવવાનો વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો અને અંડર-૧૯ વિશ્વ કપના ઇતિહાસમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી પણ બન્યો. અલ ફહાદે બાંગ્લાદેશ તરફથી પાંચ વિકેટ લીધી.