ડિસેમ્બર 16, 2025 9:27 એ એમ (AM)

printer

અંડર-૧૯ એશિયા કપ ક્રિકેટમાં આજે ભારત મલેશિયા સામે ટકરાશે

અંડર-૧૯ એશિયા કપ ક્રિકેટમાં, ભારત આજે દુબઈના સેવન્સ સ્ટેડિયમ ખાતે પોતાના ત્રીજા ગ્રુપ-સ્ટેજ મેચમાં મલેશિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે ૧૦:૩૦ વાગ્યે શરૂ થશે.રવિવારે દુબઈમાં બીજી મેચમાં પાકિસ્તાનને ૯૦ રનથી હરાવનાર ભારત પોતાનો વિજય ક્રમ યથાવત રાખવાનો પ્રયાસ કરશે.