અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ આજે દિલ્હી ખાતે ગુજરાતને ત્રણ પુરસ્કારથી સન્માનિત કરાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડા દ્વારા ગુજરાત સરકાર, સુરત સિવિલ હૉસ્પિટલ અને અમદાવાદ સ્થિત કિડની સંસ્થાને વિવિધ પુરસ્કારથી નવાજવામાં આવશે.અંગદાનનું મહત્વ, તેની જાગૃતિ માટે સેવાભાવી સંસ્થાઓ અને મીડિયાના સહયોગથી રાજ્ય સરકારે કરેલા નોંધપાત્ર પ્રયાસો બિરદાવવા ગુજરાત રાજ્યને “Excellence in Promotion of Organ Donation એટલે કે અંગદાનના પ્રચારમાં ઉત્કૃષ્ટતા માટેનો પુરસ્કાર એનાયત કરાશે. અમદાવાદની કિડની સંસ્થા-IKDRCને “ ટ્રાન્સપ્લાન્ટ કરતી દેશની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ” પુરસ્કારથી સન્માનિત કરાશે. 2024ના વર્ષમાં IKDRC દ્વારા કિડની, યકૃત અને સ્વાદુપિંડના મળી કુલ 511 અંગોના પ્રત્યારોપણ કરાયા છે જે દેશભરમાં સૌથી વધારે છે. અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ, સુરતની નવી સિવિલ હોસ્પિટલને “બેસ્ટ નોન-ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગન રીટ્રીવલ સેન્ટર” તરીકે પુરસ્કૃત કરાશે.
Site Admin | ઓગસ્ટ 2, 2025 9:27 એ એમ (AM)
અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ આજે દિલ્હી ખાતે ગુજરાતને ત્રણ પુરસ્કારથી સન્માનિત કરાશે