ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ભરૂચના અંકલેશ્વરમાંથી ગુજરાત પોલીસ અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનને કારણે પાંચ હજાર કરોડના 519 કિલોગ્રામ માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
સંયુક્ત કાર્યવાહી દરમિયાન ગઈકાલે મોડીરાત્રે ગુજરાતના અંકલેશ્વરમાં એક કંપનીમાંથી આ માદક પદાર્થ પકડાયો હતો. પોલીસે કંપનીના ત્રણ ડિરેક્ટર, એક સુપરવાઇઝર અને એક દલાલ સહીત
પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આ તમામને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાંથી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઇ જવાયા હતા.
આ પહેલા આ મહિનાની પહેલી તારીખે દિલ્હી પોલીસના વિશેષ કોષે મહિપાલપુરના એક ગોડાઉનમાં દરોડા પાડીને 602 કિલો માદક પદાર્થ પકડ્યો હતો. આ મામલાની તપાસ દરમિયાન 10 ઑક્ટોબરે દિલ્હીમાં રમેશ નગરની એક દુકાનમાંથી 208 કિલો માદક પદાર્થ પણ પકડાયો હતો. પૂછપરછમાં આ પદાર્થ ફાર્મા સૉલ્યુશન સર્વિસીઝ કંપનીનો છે અને ગુજરાતના અંકલેશ્વરના આવકાર ડ્રગ્સ લિમિટેડમાંથી આવ્યો હોવાનું સામે આવ્યું હતું.