હોળી ધુળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે ૧૦ થી ૧૬ માર્ચ સુધી વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી વધારાની ટ્રીપનું
સંચાલન કરવાની જાહેરાત કરી છે. એસ.ટી. નિગમની યાદીમાં જણાવાયું છે કે, અમદાવાદ , રાજકોટ,અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજથી ગોધરા , દાહોદ , ઝાલોદ, છોટાઉદેપુર સહિતની
જગ્યાએ જવા માટે વધારાની બસો સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત, ડાકોર અને દ્વારકા જવા માટે ૫૦૦ બસો દ્વારા ચાર હજાર જેટલી ટ્રીપો સંચાલિત કરાશે. વધારાની બસો માટેનું એડવાન્સ અને કરન્ટ બુકિંગ ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in અને મોબાઈલ એપ્લીકેશન પરથી કરી શકાશે. વધુ માહિતી નિગમના તમામ ડેપો અને ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ પરથી મળી શકશે.
Site Admin | માર્ચ 8, 2025 7:54 પી એમ(PM)
હોળી-ધુળેટી માટે GSRTC દ્વારા ૧૨૦૦ વધારાની બસો, ૭૧૦૦ વિશેષ ટ્રિપની જાહેરાત કરી છે
