હૈદરાબાદમાં ચારમીનાર નજીકનાં રહેણાંક વિસ્તારમાં આજે સવારે લાગેલી આગમાં 17 લોકોના મોત થયા છે અને અનેકને ઇજા થઈ છે. ઘટનાની જાણ થતાં અગ્નિશમન દળની ૧૧ ટીમ મોકલવામાં આવી હતી. અગ્નિશમન દળનાં કર્મચારીઓએ બિલ્ડિંગમાંથી લગભગ 16 લોકોને બચાવી લીધા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
કેન્દ્રીય કોલસા ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ ઘટના સ્થળની મુલાકાત લઈને અસરગ્રસ્ત પરિવારોને તમામ સહાયની ખાતરી આપી હતી. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને સારી તબીબી સહાય પૂરી પાડવા માટે તમામ પગલાં લેવા નિર્દશ આપ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમણે ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.
Site Admin | મે 18, 2025 7:48 પી એમ(PM)
હૈદરાબાદમાં ચારમીનાર નજીકનાં રહેણાંક વિસ્તારમાં લાગેલી આગમાં17 લોકોનાં મૃત્યુ
