જૂનાગઢ, ગીરસોમનાથ સહિતનાં દરિયાઈ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ થતાં સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 110 તાલુકામાં વરસાદ થયો. સૌથી વધુ 13 ઇંચ જેટલો વરસાદ જુનાગઢના મેંદરડા તાલુકામાં થયાના અહેવાલ છે. વરસાદને કારણે અત્યાર સુધી 40 બંધ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે હાલમાં 64 બંધ-ને હાઈઅલર્ટ પર રખાયા છે.
હવામાન વિભાગે 25 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ 23 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
Site Admin | ઓગસ્ટ 20, 2025 3:10 પી એમ(PM)
હવામાન વિભાગે 25 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી
