હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પંજાબ, રાજસ્થાન અને હરિયાણાના કેટલાક ભાગોમાં આગળ વધી ગયું છે અને આગામી ત્રણ ચાર દિવસમાં દેશના બાકીના ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.
હવામાન વિભાગે આવતીકાલ સુધી કેરળ, માહે, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું છે કે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કોંકણ, ગોવા, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં પણ વરસાદની શક્યતા છે.
આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ અલગ સ્થળોએ આવતીકાલ સુધી ભેજ રહેવાની સંભાવના છે.
Site Admin | જૂન 27, 2025 2:01 પી એમ(PM) | ભારતીય હવામાન વિભાગ
હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પંજાબ, રાજસ્થાન અને હરિયાણાના કેટલાક ભાગોમાં આગળ વધી ગયું છે.
