હવામાન વિભાગે આજે કર્ણાટકના દરિયાકાંઠાના અને ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે આસામ, મેઘાલય, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે આંધ્રપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 26 મે સુધી ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તરપ્રદેશમાં વાવાઝોડા, તોફાની પવન અને વીજળી સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી સાત દિવસ સુધી ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતમાં પણ આ જ સ્થિતિ રહેવાની સંભાવના છે.
Site Admin | મે 21, 2025 1:57 પી એમ(PM)
હવામાન વિભાગે આજે કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર સહિતનાં કેટલાંક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી
