હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં અતિભારેવરસાદ થવાની અને આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવોથી ભારે જ્યારે મધ્ય અને દક્ષિણગુજરાતમાં ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ આજે નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યામુજબ, આજે રાજ્યમાં સૌથી વધુ 287મિલીમીટર વરસાદ કચ્છના માંડવી તાલુકામાં નોંધાયો છે. આ ઉપરાંત, મુંદ્રા તાલુકામાં188 મિલીમીટર, દ્વારકામાં 140, અબડાસામાં 129 મિલીમીટર વરસાદ નોંધાયો છે. દસતાલુકાઓમાં 30થી 100 મિલીમીટર, 35 તાલુકાઓમાં 11થી 30 જ્યારે અન્ય તાલુકાઓમાં 10મીલીમીટર કે તેથી ઓછો વરસાદ નોંધાયો છે. દરમિયાન, રાજ્યમાં વરસાદની સ્થિતિને જોતા હવામાન વિભાગે પહેલીસપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ સંગ્રહક્ષમતાના85 ટકા જેટલોજળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના 105 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે.
Site Admin | ઓગસ્ટ 29, 2024 7:33 પી એમ(PM)
હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં અતિભારેવરસાદ થવાની અને આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી છે
