ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 3, 2025 7:49 પી એમ(PM)

printer

હવામાન વિભાગે આજથી 8 મે દરમિયાન રાજ્યમાં અનેક સ્થળોએ ભારે પવન સાથે માવઠાની આગાહી કરી

હવામાન વિભાગે આજથી 8 મે દરમિયાન રાજ્યમાં અનેક સ્થળોએ ભારે પવન સાથે માવઠાની આગાહી કરી છે. પરિણામે આવનારા 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી જેટલો ઘટાડો થશે. પવનની ઝડપ 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતાઓ છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દીવ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં રાજકોટ ખાતે 44 ડિગ્રી સેલ્સિયસ, કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદ, ડીસા, ગાંધીનગર ખાતે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.