આગામી 4 થી 5 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આ મહિનાની 13 તારીખની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં આગળ વધવાની સંભાવના છે.
Site Admin | મે 8, 2025 7:12 પી એમ(PM)
હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદની આગાહી કરી
