હવામાન વિભાગે આગામી 28 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે સાબરકાંઠા, જુનાગઢ, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં આજે અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં આજે ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ 26 તારીખ સુધી દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.
Site Admin | ઓગસ્ટ 23, 2025 3:30 પી એમ(PM)
હવામાન વિભાગે આગામી 28 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી
