પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીરથી દિવાળી સુધી વસ્તુ અને સેવા કર – GST માં સુધારાની જાહેરાત કરી હતી. દેશના અર્થતંત્રને વધુ કાર્યક્ષમ અને લોકો માટે લાભદાયી બનાવવાના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવા ત્રીજી સપ્ટેમ્બરના રોજ GST કાઉન્સિલે દરોના સુધારાને મંજૂરી આપી. આ સુધારાઓ બાદ હવે પરોક્ષ કર પ્રણાલીમાં 5 અને 18 ટકાના ફક્ત બે સ્લેબ છે. પહેલા પાંચ ટકા, બાર ટકા, 18 અને 28 ટકાના ચાર સ્લેબ હતા.GSTમાં આ સુધારા સામાન્ય લોકોનું જીવન સરળ બનાવવા માટે કરવામાં આવ્યા છે. નવા દર 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2025 8:37 એ એમ (AM)
સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી દિવાળી સુધી વસ્તુ અને સેવા કર – GSTમાં સુધારાની જાહેરાત કરી હતી
