સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે, ગઈકાલે નવી દિલ્હીમાં વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે સહયોગ અને સંકલનને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓની એક બેઠક યોજાઈ. આ બેઠકની અધ્યક્ષતા દિલ્હી પોલીસ કમિશનર એસ.બી.કે. સિંહે કરી હતી.આ બેઠકમાં હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડ, બિહાર, રાજસ્થાન અને છત્તીસગઢના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વરિષ્ઠ અધિકારીઓએ સરહદની દેખરેખ અને શંકાસ્પદ તત્વોની તપાસ સહિત વિવિધ આતંકવાદ વિરોધી પગલાં વિશે માહિતી આપી હતી. દિલ્હી પોલીસ કમિશનરે ગુનાહિત જૂથો સામે કડક કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો હતો.
Site Admin | ઓગસ્ટ 9, 2025 8:50 એ એમ (AM)
સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે, નવી દિલ્હીમાં વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે એક બેઠક યોજાઈ
