નવેમ્બર 5, 2024 3:14 પી એમ(PM)

printer

સ્ટેટ મોનિટરીંગ સેલના પીએસઆઇ જે.એમ.પઠાણનું માર્ગ અકસ્માતમાં મોત

સ્ટેટ મોનિટરીંગ સેલના પીએસઆઇ જે.એમ.પઠાણનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું..
આજે રાત્રે અઢી વાગ્યાની આસપાસ સુરેન્દ્રનગરમાં દસાડાના કઠાડા ગામ પાસે એક શઁકાસ્પદ કારનો પીછો કરતાં હતા તે સમયે ટ્રેલર સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પીએસઆઇ પઠાણનું મોત થયું હતું.. આ અકસ્માતમાં બે અન્ય કોન્સ્ટેબલ પણ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પીએસઆઇ પઠાણના મોત અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે દારૂબંધી સામેની લડાઇમાં પીએસઆઇ પઠાણે પોતાનું જીવન હોમ્યું છે.