સ્ટેટ મોનિટરિંગ સેલ-SMCની ટીમે 2300 કરોડથી વધુ રૂપિયાના માધુપુરા ક્રિકેટ સટ્ટા કેસના મુખ્ય આરોપી હર્ષિત જૈનને દુબઈથી ઝડપી લીધો છે. SMCના DIG નિર્લિપ્ત રાયે વધુ માહિતી આપતા જણાવ્યુ કે આ કેસમાં તપાસ શરૂ થતાં આ આરોપી દુબઈ જતો રહ્યો હતો ત્યારે તેની સામે લુકઆઉટ સર્ક્યુલર અને રેડ કોર્નર નોટિસ પણ કાઢવામાં આવી હતી. દુબઈ પોલીસે હર્ષિતને શોધી SMC સાથે સંકલન સાધીને તેને આજે ભારત મોકલ્યો હતો. ત્યારે SMCએ અમદાવાદ હવાઈમથક પરથી તેની કસ્ટડી મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2025 7:15 પી એમ(PM)
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 2300 કરોડથી વધુ રૂપિયાના માધુપુરા ક્રિકેટ સટ્ટા કેસના મુખ્ય આરોપી હર્ષિત જૈનને દુબઈથી ઝડપ્યો
