સપ્ટેમ્બર 8, 2024 3:32 પી એમ(PM)

printer

સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વર્ષ 2024-25માં રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે

સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વર્ષ 2024-25માં રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે.
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સોલાર રૂફટોપ સ્થાપિત કરવા માટે રાજ્યસરકાર દ્વારા 177 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. હાલ 56.8 મેગાવોટ ક્ષમતાની 3 હજારથી વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ સક્રિય છે. ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જાનું ચાલુ વર્ષમાં 24 હજાર સાતસો પાંસઠ પોઇન્ટ ત્રણ મિલિયન યુનિટ ઉત્પાદન થયું છે. જેમાં 9 હજાર 637 એમ.યુ. સોલાર, 14 હજાર 201 એમ.યુ.પવન, 885.325 એમ.યુ. હાઇડ્રો, 69 સ્મોલ હાઇડ્રો અને 42 એમ.યુ. બાયોમાસ અને બગાસ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સૂર્ય શક્તિને મહત્વની ઉર્જાશક્તિને વિકસાવીને ગુજરાત અગ્રેસર ભૂમિકા નિભાવી રહ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.