ભારતીય સેનાના સન્માનમાં દેશ સહિત રાજ્યભરમા તિરંગા યાત્રા યોજાઈ રહી છે. જે અંતર્ગત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાટનગર ગાંધીનગરમાં યોજાયેલ તિરંગા યાત્રામાંગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. સેકટર 21 થી પંચદેવ મહાદેવ મંદિર સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં પણ લાખોટા તળાવ ખાતેથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને શહેરના મુખ્ય માર્ગો પર આ તિરંગા યાત્રા દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રધ્વજ સાથે નીકળી હતી. જેમાં સાંસદ પુનમબેન માડમ સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા.ભાવનગરમાં કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતીમાં મોતીબાગ ટાઉન હોલથી શહીદ સ્મારક સુધી ભવ્ય તિરંગાયાત્રા યોજાઈ હતી. ભાવસિંહજીની પ્રતિમાને ફૂલહાર કરીને તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.દરમ્યાન અમારા જમ્મુ સંવાદદાતાએ માહિતી આપી હતી કે ઓપરેશન સિંદુરની સફળતાના સન્માનમાં આજે સાંજે જમ્મુમાં તિરંગા યાત્રા કાઢવામાં આવશે. સંરક્ષણ દળોને સમર્થન અને પ્રશંસા વ્યક્ત કરવા માટે જમ્મુ અને કાશ્મીર ભાજપના મહાસચિવ અશોક કૌલે નાગરિકોને મોટી સંખ્યામાં તિરંગા રેલીમાં જોડાવા અપીલ કરી છે.સશસ્ત્ર દળો પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે, 25 મે સુધી જમ્મુ અને કાશ્મીરમાં જિલ્લા, વિભાગ, વોર્ડ સ્તરે ‘તિરંગા યાત્રાઓ’નું પણ આયોજન કરવામાં આવશે.
Site Admin | મે 15, 2025 9:31 એ એમ (AM)
સૈન્યના શૌર્યને બિરદાવવા દેશના વિવિધ ભાગોમાં ‘તિરંગા યાત્રા’નું આયોજન