સેમ ઓલ્ટમેનની આગેવાની હેઠળની ઓપન એઆઈએ અબજોપતિ એલોન મસ્કની 97.4 અબજ ડોલરની ઓફરને નકારી કાઢી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક નિવેદનમાં, ઓપનએઆઈ બોર્ડના અધ્યક્ષ બ્રેટ ટેલરે મસ્કની બોલીને “તેમની સ્પર્ધામાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ” તરીકે વર્ણવી હતી. ટેલરે પોસ્ટમાં જણાવ્યું કે, “ઓપન એઆઈ વેચાણ માટે નથી, અને બોર્ડે સર્વસંમતિથી શ્રી મસ્કના તેમની સ્પર્ધામાં વિક્ષેપ પાડવાના તાજેતરના પ્રયાસને નકારી કાઢ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ઓપન એઆઈનું કોઈ પણ સંભવિત પુનર્ગઠન આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (એજીઆઈ) થી સમગ્ર માનવતાને લાભ થાય તે સુનિશ્ચિત કરવા માટે તેના બિનનફાકારક મિશનને મજબૂત બનાવશે. અહેવાલો અનુસાર, ઓપન એઆઈએ મસ્કના વકીલને એક પત્ર દ્વારા કંપનીનાં નિર્ણયની જાણ કરી છે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 3:13 પી એમ(PM)
સેમ ઓલ્ટમેનની આગેવાની હેઠળની ઓપન એઆઈએને ખરીદવાની એલોન મસ્કની ઓફરને કંપનીએ ફગાવી
