મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિ-કન્ડક્ટર, ગ્રીન ગ્રૉથ સહિતના ક્ષેત્રમાં લીડ લેવા ગુજરાત સજ્જ હોવાનું જણાવ્યું છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગઈકાલે ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં શ્રી પટેલે કહ્યું, ગુજરાત હવે સર્વાંગી વિકાસનો પર્યાય બની ગયો છે. આજે વિશ્વની ટોપ 500-માંથી 100 કંપની ગુજરાતમાં કાર્યરત્ હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું.આ પ્રસંગે સંબોધન કરતા બિન-નિવાસી ભારતીય ગુજરાતી પ્રભાગના મંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકારની સહાય અને યુવાનોને ગુજરાત દર્શન માટેના વતન પ્રવાસની યોજનાની વિગત આપી હતી.ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમનો હેતુ અન્ય રાજ્યોમાં વસતા મૂળ ગુજરાતના પરિવારો અને લોકોનો ગુજરાત સાથે ગુજરાતના વિકાસ સાથે સંબંધસેતુ વધુ ગાઢ બનાવવાનો છે. આ પ્રસંગે શ્રી પટેલ અને શ્રી સંઘવીએ ગુજરાતી ફૂડ ફૅસ્ટિવલનો પણ પ્રારંભ કરાવ્યો હતો.
Site Admin | એપ્રિલ 1, 2025 10:08 એ એમ (AM)
સેમિ-કન્ડક્ટર, ગ્રીન ગ્રૉથ સહિતના ક્ષેત્રમાં લીડ લેવા ગુજરાત સજ્જ-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
