ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 12, 2025 9:45 એ એમ (AM) | 11YearGovt | 11YearModi

printer

સુશાસનના 11 વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં ઉજવણી કરાઈ રહી છે

કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સરકારના સુશાસનના 11 વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે આ અંતર્ગત જામનગરમાં પણ અલગ અલગ કાર્યક્રમો દ્વારા 11 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ખાતે પ્રોફેશનલ મીટ યોજાઇ હતી જેમાં પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારની અનેકવિધ જન સુખાકારી અને લોકહિતની યોજનાઓ અંગે સાંસદ પૂનમ માડમે વિસ્તૃતમાં માહિતી આપી હતી.
જ્યારે ખેડા જિલ્લાના મુખ્યમથક નડિયાદ ખાતે યોજાયેલા વ્યવસાયિકોનું વિશાળ સંમેલન ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું હતું. રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ કહ્યું હતું કે છેલ્લા અગિયાર વર્ષમાં ભારતે વિશ્વમાં વિકાસનો ડંકો વગાડ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ