સુરેન્દ્રનગરમાંથી ગેરકાયદે રેતી ખનનને રોકવામાં તંત્રને સફળતા મળી છે. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે, ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા અને તેમની ટીમે ગત રાત્રે એક વાગ્યે અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય રાજમાર્ગ, ચોટીલા થાનગઢ માર્ગ અને આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારમાં તપાસ હાથ ધરી.
દરમિયાન ગેરકાયદે રેતી, ફાયર ક્લે, ભરાલા કુલ સાત રૉયલ્ટી વગરના ઑવરલૉડ ડમ્પર સહિત કુલ બે કરોડ 80 લાખ રૂપિયા જેટલો માલસામાન કબજે કરાયો. તેમજ તમામ ડમ્પર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.
Site Admin | જુલાઇ 8, 2025 2:49 પી એમ(PM)
સુરેન્દ્રનગરમાંથી ગેરકાયદે રેતી ખનનને રોકવામાં તંત્રને સફળતા
