ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 25, 2025 3:22 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ ખાતે આજે વિનામૂલ્યે સર્વરોગ નિદાન મેગા કેમ્પ યોજવામાં આવ્યો

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ ખાતે આજે વિનામૂલ્યે સર્વરોગ નિદાન મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો. એઇમ્સ હોસ્પિટલ રાજકોટના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં આંખ, ચામડી, સર્જરી, હૃદય, હાડકા, સ્ત્રી રોગ, બાળ રોગ, ફેફસા, કાન નાક ગળા, બિનચેપી રોગ સહિત વિવિધ વિભાગોના ડોક્ટરોએ દર્દીઓને તપાસી નિદાન કર્યું હતું. અહી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લેબોરેટરી ટેસ્ટ તેમજ એક્સ રે ની સેવા પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, સાંસદ, ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.