સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણમાં એક કરોડ 60 લાખ રૂપિયાના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ મથક તૈયાર કરાયું છે. લાઈટ ઍન્ડ ઍનર્જી ઍફિસેસીઝ સેલના કાર્યપાલક ઈજનેર પ્રકાશ પંડ્યાએ જણાવ્યું, આ ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે 100 કિલોવૉટ ક્ષમતા ધરાવતા રૂફટૉપ સૉલાર પાવર પ્લાન્ટ અને પ્રતિકલાકે 224 કિલોવૉટ ક્ષમતા ધરાવતી બૅટરી ઍનર્જી સ્ટૉરેજ સિસ્ટમ – B.E.S.S. સ્થાપિત કરવામાં આવી છે. આનાથી મહાનગરપાલિકાને વાર્ષિક અંદાજે એક લાખ કિલોવૉટ અવર વિજળીનું ઉત્પાદન થશે. તેના કારણે અંદાજે છ લાખ 56 હજાર રૂપિયાની ઊર્જા બિલમાં પણ બચત શક્ય બનશે તેમજ સુરત મહાનગરપાલિકા તરફથી નેટ ઝીરો ઍનર્જી અને ટકાઉ ઊર્જા માટેના લક્ષ્યાંક હાંસલ કરવાની દિશામાં આ પરિયોજના એક મહત્વની કડી બનશે તેવો વિશ્વાસ શ્રી પંડ્યાએ વ્યક્ત કર્યો.
Site Admin | જુલાઇ 3, 2025 8:36 એ એમ (AM)
સુરત મહાનગરપાલિકા દ્વારા એક કરોડ 60 લાખ રૂપિયાના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ મથક તૈયાર કરાયું
