સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા યોજના અંતર્ગત બેંતાળીસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ૧૪ પ્રાથમિક શાળાઓના ૯ ભવનોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.
શાળાઓના નવા ભવનોના નિર્માણથી શહેરી વિસ્તારમાં બાળકોની શિક્ષણ સુવિધા તેમજ માળખાગત સુવિધાઓમાં વધારો થશે. ઝોન વિસ્તારોમાં સ્થાનિક બાળકોને ઘરઆંગણે શિક્ષણની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે. નવ શાળાભવનોમાં ૨૪૧ ઓરડાઓનું નિર્માણ થશે, જેનો પાંચ હજાર પાંચસો બાળકોને લાભ મળશે. આગામી દોઢ વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવામાં આવશે.
Site Admin | એપ્રિલ 13, 2025 3:13 પી એમ(PM)
સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા યોજના અંતર્ગત બેંતાળીસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ
