સુરત જિલ્લાના કામરેજનાં ગળતેશ્વર ખાતે તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનાં અહેવાલ છે. સુરત જિલ્લાના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે, એક મહિલા સહિત બે પુરુષ નદીમાં ડૂબી ગયા હતા.
અગ્નિશમન વિભાગની ટૂકડીએ ત્રણેય મૃતદેહ તાપી નદીમાંથી બહાર કાઢ્યા હતા. સુરતના કતારગામથી પાંચ લોકો ગળતેશ્વર ખાતે નદીમાં નહાવા ગયા હતા.
Site Admin | એપ્રિલ 18, 2025 3:04 પી એમ(PM)
સુરત જિલ્લાના કામરેજનાં ગળતેશ્વર ખાતે તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયા
