નવેમ્બર 9, 2024 6:14 પી એમ(PM) | PM Internship Scheme | pm internship yojn | Surat

printer

સુરત: ઉમેદવારો 10 નવેમ્બર સુધી પીએમ ઇન્ટર્નશીપ યોજનામાં નોંધણી કરાવી શકશે

કેન્દ્ર સરકાર દ્વારા 21 થી 24 વર્ષની વય જૂથના યુવકો માટે પીએમ ઇન્ટર્નશીપ યોજના 2024 શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સુરતના ઉમેદવારો 10 નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ યોજના અંતર્ગત યુવાનોને ભારતની અગ્રણી 500 કંપનીઓમાં 12 મહિના માટે કામ કરવાનો અવસર મળશે. સાથે જ ઇન્ટર્નશીપ કરતાં વિદ્યાર્થીને પ્રતિમાસ પાંચ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે.