સુરતના લિંબાયત અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું આવતીકાલે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. અંડરપાસના ઉદ્ઘાટન પૂર્વે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. લિંબાયત ઝોન વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે સુરત – ભુસાવલ રેલવે લાઈન પર સાંઈબાબા મંદિર પાસે લિંબાયતથી ડિંડોલી જવા માટે વાહન ચાલકોને લાંબો ચકરાવો કાપવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાને રાખીને મહાનગર પાલિકા દ્વારા 2020માં 60 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક રેલવે અંડરપાસ બનાવવાનું આયોજન કર્યું હતું. અંડરપાસના લીધે બંને વિસ્તારો વચ્ચે અવર – જવર કરનારા હજારો વાહન ચાલકોને ભારે રાહત મળશે.
Site Admin | માર્ચ 1, 2025 7:22 પી એમ(PM)
સુરતના લિંબાયત અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું આવતીકાલે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે
