એપ્રિલ 8, 2025 7:46 પી એમ(PM)

printer

સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ દ્વારા તમિલનાડુ વિધાનસભામાં પસાર થયેલા 10 બિલોને પડતર રાખવાનું ‘ગેરબંધારણીય’ ગણાવ્યુ

સુપ્રીમ કોર્ટે, આજે રાજ્યપાલ દ્વારા તમિલનાડુ વિધાનસભામાં પસાર થયેલા 10 બિલોને પડતર રાખવાનું ‘ગેરબંધારણીય’ ગણાવ્યુ હતું.

જસ્ટિસ જેબી પારડીવાલાની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે, રાષ્ટ્રપતિ દ્વારા આ બિલો પર લેવામાં આવેલી કાર્યવાહીનો કોઈ અર્થ નથી. આ બિલો વિધાનસભા દ્વારા ફરીથી પસાર થયા પછી, તેમને રાજ્યપાલની મંજૂરી મળી હોવાનું માનવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે,રાજ્યપાલે આ બિલો લાંબા સમય સુધી પોતાની પાસે રાખ્યા પછી,તેમણે તેમને રાષ્ટ્રપતિ પાસે મોકલી દીધા. સુપ્રીમ કોર્ટે, રાજ્યપાલને બંધારણની કલમ 200હેઠળ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો પર નિર્ણય લેવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. માર્ગદર્શિકા અનુસાર, રાજ્યપાલે વિધાનસભા દ્વારા મોકલવામાં આવેલા અથવા રાજ્યપાલને મોકલવામાં આવેલા કોઈપણ બિલ પર મહત્તમ એક મહિનાની અંદર નિર્ણય લેવાનો રહેશે.

તામિલનાડુના મુખ્યમંત્રીએ સર્વોચ્ચ અદાલતના નિર્ણયને દેશની તમામરાજ્ય સરકારોના ઐતિહાસિક વિજય સમાન ગણાવ્યો હતો.