સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આવતીકાલે સાંજે સાત વાગ્યે હોળી પ્રગટાવાશે. જ્યારે મંદિરમાં સાંજે સાડા છ વાગ્યે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરાશે. આ ઉપરાંત મંદિરમાં પૂનમની આરતી શુક્રવારે સવારે છ વાગ્યે થશે. આ વખતે આવતીકાલે અને શુક્રવારે એમ બે દિવસ પૂનમ હોવાથી ભક્તોને બે પૂનમની આરતીનો લ્હાવો મળશે. અંબાજી મંદિરે પૂનમ ભરવા આવનારા ભક્તો માટે પૂનમ શુક્રવારે ગણાશે તેમ અંબાજી મંદિરના ભટ્ટજી ભરત પાધ્યાએ જણાવ્યું હતું.
Site Admin | માર્ચ 12, 2025 6:20 પી એમ(PM) | હોળી
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આવતીકાલે સાંજે સાત વાગ્યે હોળી પ્રગટાવાશે
