ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 18, 2025 9:37 એ એમ (AM)

printer

સિંગાપુરમાં યોજાયેલી સ્પર્ધામાં નવસારીનાં ચેતન ભગરિયાને 800 મીટરની દોડમાં સુવર્ણચંદ્રક સહિત કુલ ત્રણ ચંદ્રકો

સિંગાપુર ખાતે ચાલી રહેલી ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં નવસારીના ચેતન ભગરિયાએ 800 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. નવસારી જિલ્લાના વાસદા તાલુકાના કકેલિયા ગામના ચેતન ભગરિયાએ 800 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ મેળવી નવસારી સહિત ગુજરાતનું નામ રોશન કર્યું. તેમણે 400 મીટરની દોડમાં બીજો ક્રમ અને 200 મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને પોતાના ગામ કેલિયા પહોંચેલા ચેતન ભગરિયાનું કેલિયા પ્રાથમિક શાળામાં સન્માન કરવામાં આવ્યું હતું