સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના 123 જળાશય હાઇએલર્ટ પર છે, ત્યારે અનેક જળાશયમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાંથી 95 હજાર 160 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. મોરબી જિલ્લાનો મચ્છુ એક ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે મચ્છુ ૨ ડેમ ૭૦ ટકા ભરાયો છે. જીકિયાળી ગામ પાસેનો ઘોડાધ્રોઈ ડેમ સંપૂર્ણ ભરાઇ જતા નીચાણવાળા 10 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. ગાંધીનગરના સંત સરોવરમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાતા નિચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.
તાપીના ઉકાઈ ડેમના ચાર દરવાજા ખોલી 59 હજાર 832 ક્યુસેક પાણી અને પંચમહાલ જિલ્લાના પાનમ જળાશયમાંથી પણ 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દરમિયાન અરવલ્લી જિલ્લામાં સીઝનમાં પ્રથમવાર માઝમ જળાશયના આઠ દરવાજા ખોલીને સરેરાશ દસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
Site Admin | સપ્ટેમ્બર 7, 2025 3:24 પી એમ(PM)
સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના 123 જળાશય હાઇએલર્ટ પર ..
