16 ફેબ્રુઆરીએ રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણીનાં મતદાનનાં દિવસે શ્રમયોગીઓ-કર્મચારીઓને વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવા રાજયના શ્રમ આયુકતની કચેરીની યાદીમાં જણાવાયું છે.
આ દિવસે જે તે વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ એકટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલી સંસ્થાઓના કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં કે બદલીમાં મતદાનના દિવસે રજા આપવાની રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.
Site Admin | જાન્યુઆરી 31, 2025 3:03 પી એમ(PM) | પેટા-ચૂંટણી
સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણીનાં મતદાનનાં દિવસે શ્રમયોગીઓ-કર્મચારીઓને વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવા રાજયના શ્રમ આયુકતની કચેરીની યાદીમાં જણાવાયું
