રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારના રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ નગરપાલિકા દ્વારા તાત્કાલિક માર્ગની મરામત કામગીરી કરવામાં આવી છે. દરમિયાન દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં વાંસિયા ડુંગરી મંડોર-વરઝર માર્ગ, સંજેલી તાલુકામાં સંજેલી સ્ટેશનથી માંડલી મુખ્ય રસ્તાને જોડતો માર્ગ સહિત અનેક રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું.
Site Admin | જુલાઇ 12, 2025 4:02 પી એમ(PM)
સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ નગરપાલિકા દ્વારા તાત્કાલિક માર્ગની મરામત કામગીરી કરવામાં આવી
