ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 4, 2024 3:10 પી એમ(PM) | કેન્દ્રિય સહકાર મંત્રી

printer

સહકારી મોડલ વિશ્વનું એક માત્ર મોડલ છે, જે લોકોનાં કલ્યાણની સાથે સાથે આર્થિક વૃધ્ધિ સુનિશ્ચિત કરે છે :કેન્દ્રિય સહકાર મંત્રી અમિત શાહ

કેન્દ્રિય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, સહકારી મોડલ વિશ્વનું એક માત્ર મોડલ છે, જે લોકોનાં કલ્યાણની સાથે સાથે આર્થિક વૃધ્ધિ સુનિશ્ચિત કરે છે. અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ- ADC બેન્કના 100મા સ્થાપના દિવસ પ્રસંગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત સમારોહમાં શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતુ. તેમણે જણાવ્યું કે, લોકોનાં કલ્યાણ વગર કોઈ દેશ આર્થિક વૃધ્ધિ ન કરી શકે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી ભવિષ્યમાં સહકારી ક્ષેત્રની ભૂમિકા વધુ મહત્વની સાબિત થશે. તેમણે સહકારી ક્ષેત્રમાં અમુલને ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ADC બેન્કની સ્થાપનાનાં 100 વર્ષ પૂર્ણ કરવા એ અનોખી સિધ્ધિ છે.
રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, આજે એડીસી બેંક નાના છોડમાંથી વટ વૃક્ષ બન્યું છે. બેન્કમાં 21 લાખ 44 હજાર નવા એકાઉન્ટ ખુલ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.