કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ‘મંથન બેઠક’ની અધ્યક્ષતા કરી હતી. સહકારી ક્ષેત્રમાં સુધારાઓને વેગ આપવા માટે યોજાયેલી આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025ની ભારતની ઉજવણીનાં ભાગરૂપે યોજાયેલા આ સત્રનો ઉદ્દેશ કેન્દ્ર-રાજ્ય સહયોગને ગાઢ બનાવવાનો,મુખ્ય યોજનાઓની સમીક્ષા કરવાનો અને દેશભરમાં પાયાના સ્તરે સંચાલિત સહકારી વિકાસ માટે વ્યૂહાત્મક યોજના તૈયાર કરવાનો હતો.
આ બેઠકમાં બે લાખ નવી બહુહેતુક પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓની રચના, ડેરી અને મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓનું વિસ્તરણ અને આજીવિકા સુધારવા માટે ગ્રામીણ સેવા વિતરણને મજબૂત કરવા જેવી મુખ્ય પહેલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
Site Admin | જૂન 30, 2025 7:58 પી એમ(PM)
સહકારી ક્ષેત્રમાં સુધારાઓને વેગ આપવા માટે દિલ્હીમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહનાં અધ્યક્ષપદે ‘મંથન બેઠક’ યોજાઈ
