ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 2, 2025 8:47 એ એમ (AM)

printer

સલામતીની લોખંડી વ્યવસ્થા અને “બમ બમ ભોલે” અને “હર હર મહાદેવ”ના નાદ સાથે અમરનાથ યાત્રાનો આરંભ

“બમ બમ ભોલે” અને “હર હર મહાદેવ” ના નાદ સાથે , જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ આજે વહેલી સવારે ભગવતી નગર સ્થિત યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપી. 3,880 મીટર ઊંચા અમરનાથ મંદિરની 38 દિવસની યાત્રા આવતીકાલે બંને માર્ગો – અનંતનાગમાં પરંપરાગત 48-કિલોમીટર નુનવાન-પહલગામ ટ્રેક અને ગાંદરબલમાં ટૂંકા પરંતુ વધુ ઊંચા 14-કિલોમીટર બાલતાલ રૂટ – બંને માર્ગો દ્વારા ઔપચારિક રીતે શરૂ થશે. આ યાત્રા આ વર્ષે 9 ઓગસ્ટે આવતી શ્રાવણ પૂર્ણિમાના રોજ સમાપ્ત થશે.
યાત્રાળુઓને યાત્રા માર્ગ પર મજબૂત સુરક્ષા કાફલા દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવી રહી છે.. આ વર્ષની યાત્રા માટે અત્યાર સુધીમાં 3.31 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે જ્યારે જમ્મુમાં સ્થળ પર નોંધણી પણ શરૂ થઈ ગઈ છે, છેલ્લા બે દિવસમાં લગભગ 4,000 ટોકનનું વિતરણ કરવામાં આવ્યું છે.અધિકારીઓએ બહુ-સ્તરીય ગ્રીડ, સીસીટીવી દેખરેખ અને દૈનિક ટ્રાફિક સલાહ સાથે મજબૂત સુરક્ષા યોજના અમલમાં મૂકી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ