સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમને અંગત કાયદાઓ દ્વારા અટકાવી ન શકાય. અદાલતે કહ્યું કે, બાળ લગ્ન જીવનસાથી જાતે પસંદ કરવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડ, ન્યાયાધીશ જે. બી. પારડીવાલા અને મનોજમિશ્રાની ખંડપીઠે દેશમાં બાળ લગ્નને રોકવાના કાયદાને અસરકારક રીતે અમલ માટે દિશાનિર્દેશ પણ જાહેર કર્યા છે.ન્યાયમૂર્તિ ડી. વાય ચંદ્રચુડે કહ્યુંકે, અંગત કાયદાઓ બાળ લગ્ન રોકવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવેલા રાષ્ટ્રીય કાયદાના અમલીકરણમાં અવરોધ ન હોવા જોઈએ. સંબંધિત અધિકારીઓએ બાળ લગ્નને અટકાવવા અને સગીરવયના લોકોનું રક્ષણ કરવા અંતિમ ઉપાય તરીકે ગુનેગારોને સજા આપવી જોઈએ.ખંડપીઠે ઉમેર્યું કે, બાળ લગ્ન પરપ્રતિબંધ મૂકતા કાયદામાં કેટલીક ખામીઓ છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 બાળ લગ્નને રોકવાઅને નાબૂદ કરવા માટે બનાવવામાં આવ્યો હતો. આ અધિનિયમે વર્ષ 1929ના બાળ લગ્નપ્રતિબંધ કાયદાની જગ્યાએ આવ્યો હતો.
Site Admin | ઓક્ટોબર 18, 2024 7:24 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતે દેશમાં બાળલગ્નને રોકવાના કાયદાને અસરકારક રીતે અમલ માટે દિશાનિર્દેશ પણ જાહેર કર્યા
