કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે સરહદ સુરક્ષા દળના જવાનો ભારત-બાંગ્લાદેશ સરહદ પર ચોવીસ કલાક રક્ષણ કરી રહ્યા છે જેથી સરહદ પારની દાણચોરી અટકાવી શકાય. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી રાયે જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં BSF એ બે હજાર 806 કરોડ રૂપિયાથી વધુની પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરી છે. તેમણે કહ્યું કે, BSF એ ભારત-બાંગ્લાદેશ સરહદ પર દાણચોરીની પ્રવૃત્તિઓને રોકવા માટે બહુપક્ષીય અભિગમ અપનાવ્યો છે. આમાં સરહદો પર ચોવીસ કલાક દેખરેખ અને પેટ્રોલિંગ, કર્મચારીઓની સંખ્યામાં વધારો, સરહદ પર વાડનું નિર્માણ અને રાજ્ય સરકારો અને ગુપ્તચર એજન્સીઓ સાથે સંકલન વધારવાનો સમાવેશ થાય છે.
Site Admin | માર્ચ 11, 2025 6:48 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે
સરહદ સુરક્ષા દળના જવાનો ભારત-બાંગ્લાદેશ સરહદ પર ચોવીસ કલાક રક્ષણ કરી રહ્યા છે :કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય
