આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિતના કેટલાક જિલ્લામાં “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાઇ. સાડા સાત વાગ્યા પછી રાજ્યના કેટલાક જિલ્લામાં બ્લેક આઉટ ની કામગીરી હાથ ધરાશે. કચ્છ જિલ્લાના ભુજના સ્મૃતિવન મ્યૂઝિયમ અને મિલિટરી સ્ટેશન ખાતે મોકડ્રિલ યોજાઇ. ભુજ મિલિટરી સ્ટેશન ખાતે ડ્રોન હુમલા બાદ લોકોને સલામત સ્થળે ખસેડવા અંગે મોક ડ્રીલ યોજાઈ હતી. સમગ્ર કચ્છ જિલ્લામાં રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ કલાક દરમિયાન બ્લેકઆઉટ કરાશે. દરમિયાન, પાટણ જિલ્લામાં વિવિધ 18 સ્થળોએ મોકડ્રીલ યોજાઇ.
દરમિયાન, બનાસકાંઠા જિલ્લામાં સાંજે ૫ કલાકે નડાબેટ ખાતે મોકડ્રીલ યોજાઇ. ગાંધીનગરમાં વાયુશક્તિ નગર, પાલજ રોડ ખાતે મોક ડ્રિલ યોજાઈ. જેમાં સંરક્ષણ અને અગ્નિશામક દળના જવાનો જોડાયા હતા.
અમદાવાદ શહેરમાં કેન્ટોનમેન્ટના સદર બજાર વિસ્તારમાં અને અમદાવાદ ગ્રામ્યમાં વિરમગામમાં પોલીસ લાઇન ખાતે પણ મોક ડ્રીલનું આયોજન કરાયું.
બીજીતરફ રાજકોટમાં સાંજે ૫.૩૦ થી ૬.૩૦ દરમિયાન માધાપર આઈ.ટી.આઈ. ખાતે સંરક્ષણ સ્વયં સેવક /NCCની તાલીમ યોજાઇ. જ્યારે સાંજે ૬.૪૫ થી ૭.૪૫ દરમિયાન માધાપર પ્રાથમિક શાળા ખાતે
એર એટેક મોક રિહર્સલ તથા માધાપર વિસ્તારમાં 8 થી 8.15 દરમિયાન બ્લેક આઉટ કરાશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાડીનાર ખાતે કોસ્ટગાર્ડ કોલોની ખાતે મોકડ્રીલ યોજાઈ. જેમાં નેવી મરિન કમાન્ડો સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા.
સુરેન્દ્રનગરના કલેકટર શ્રી કે.એસ.યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ ૩૦ મિનિટ ચાલેલી મોકડ્રીલમાં પોલીસ જવાનો, ૧૦૮ની ટીમ, મનપાના અધિકારીઓ, પીજીવીસીએલ, IOCLના અધિકારીઓ તથા સિવિલ ડિફેન્સના સ્ટાફ જોડાયા હતા.
જ્યારે વાવ-સુઈગામ વિસ્તારના તમામ ગામડાઓમાં સાંજે ૭.૪૫ થી ૮.૧૫ સુધી સાયરન વગાડીને બ્લેક આઉટ કરાશે. અહી બ્લેક આઉટનો સમય રાત્રિના ૭.૪૫થી ૮.૧૫નો રહેશે.
તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે રાત્રીના 8 થી 8.15 કલાક દરમ્યાન સ્વૈચ્છિક લાઈટો બંધ કરીને “બ્લેક આઉટ” કરી લોકોને સહકાર આપવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Site Admin | મે 31, 2025 7:49 પી એમ(PM)
સરહદી જિલ્લા કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાઇ.
