કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, સરકાર દેશમાં માર્ગ અકસ્માતને ઘટાડવા માટે અનેક પગલાં ભર્યા છે. આવી દુર્ઘટનાઓના કારણ જાણવા માટે રસ્તાઓનું ઑડિટ કરવામાં આવી રહ્યું છે.
ઉપરાંત અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સમયસર બચાવવા એમ્બુલન્સ વાહનો અને તેમના કર્મચારીઓને પણ નવી તકનીકી તાલીમ આપવામાં આવી રહી છે. શ્રી ગડકરીએ નવી દિલ્હીના છઠ્ઠા ફિક્કી માર્ગ સલામતી પુરસ્કાર અને સંમેલન 2024માં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું.
શ્રી ગડકરીએ ઔદ્યોગિક અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત તમામ હિતધારકોને માર્ગ સલામતી ઑડિટમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
Site Admin | ઓગસ્ટ 28, 2024 7:50 પી એમ(PM) | કેન્દ્રીય માર્ગ પરિવહન
સરકાર દેશમાં માર્ગ અકસ્માતને ઘટાડવા માટે અનેક પગલાં ભર્યા છે :કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી
