કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, સરકાર દેશની સરહદોની સુરક્ષા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરી રહી છે તેમજ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા થતી ઘૂસણખોરીને રોકવા માટે ભૂગર્ભ ક્રોસ બોર્ડર ટનલ શોધી કાઢવા અને તોડી પાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.
કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોર્ડર આઉટપોસ્ટ ‘વિનય’ ની મુલાકાત દરમિયાન સરહદ સુરક્ષા દળ-BSFના જવાનોને સંબોધતા, શ્રી શાહે BSFના યોગદાનની પ્રશંસા કરી અને પડકારજનક પરિસ્થિતિઓમાં ફરજો બજાવવા બદલ સૈનિકોની પ્રશંસા કરી.
Site Admin | એપ્રિલ 7, 2025 7:48 પી એમ(PM)
સરકાર દેશની સરહદોની સુરક્ષા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરી રહી છે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
