સરકારે અડદની ડ્યુટી-ફ્રી આયાતને આગામી વર્ષ 31 માર્ચ સુધી વધુ એક વર્ષ માટે લંબાવી છે. એક સૂચનામાં, વિદેશ વેપાર મહાનિર્દેશાલયે જણાવ્યું કે, અડદની નિઃશુલ્ક આયાત નીતિ 31 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે.
આ જોગવાઈ અગાઉ આ વર્ષે માર્ચના અંત સુધી અમલમાં હતી. આ પગલાથી સ્થાનિક બજારોમાં ચીજવસ્તુઓના ભાવ સ્થિર કરવામાં મદદ મળશે. મ્યાનમાર ભારતમાં અડદનો મુખ્ય નિકાસકાર દેશ છે.
આ નાણાકીય વર્ષમાં એપ્રિલ-નવેમ્બર દરમિયાન આયાત 601.12 મિલિયન યુએસ ડોલર રહી હતી. આમાંથી 549 મિલિયન ડોલરનું અનાજ મ્યાનમારથી આયાત કરવામાં આવ્યું હતું. મ્યાનમાર ઉપરાંત, ભારત સિંગાપોર, થાઇલેન્ડ અને બ્રાઝિલથી અડદની આયાત કરે છે.
અડદના મુખ્ય ઉત્પાદક રાજ્યો મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ અને મહારાષ્ટ્ર છે. ભારત દુનિયામાં અડદનો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક છે.
Site Admin | માર્ચ 11, 2025 2:17 પી એમ(PM)
સરકારે અડદની ડ્યુટી-ફ્રી આયાતને આગામી વર્ષ 31 માર્ચ સુધી વધુ એક વર્ષ માટે લંબાવી
