રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક ભરતીની કામચલાઉ શાળા ફાળવણી એટલે કે, પ્રૉવિઝનલ સ્કૂલ ઍલોટમૅન્ટની જાહેરાત થઈ છે. તેમાં કેટલાક ઉમેદવારોને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મેરીટ કમ પ્રૅફરન્સ મુજબ બંને ભરતીમાં શાળા ફાળવણી કરવામાં આવી છે.આ ઉમેદવારોને બંને ભરતીમાંથી જે ભરતીમાં ફળવાયેલી શાળા વધુ અનુકૂળ હોય તે ભરતીની શાળામાં હાજર થવા સંમતિ આપવાની રહેશે અને પસંદગી કરેલી ભરતી સિવાયની ભરતીમાંથી ઉમેદવારીનો હક જતો કરવાનો રહેશે. કામચલાઉ શાળા ફાળવણીમાં સમાવેશ થવાથી નિમણૂકનો હક પ્રસ્થાપિત થતો નથી એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
Site Admin | જૂન 22, 2025 10:46 એ એમ (AM)
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિન-સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક ભરતીની કામચલાઉ શાળા ફાળવણી જાહેર
